ખાદ્ય લાઈસન્સિંગ વિશે બધું
રેડસીરના એક અહેવાલ મુજબ, 2021 સુધી, ભારતમાં ખાદ્ય-ટેકનોલોજીનું ક્ષેત્ર તેના વર્તમાન કદ $700 મિલિયનથી વધીને ન્યુનતમ $2.5બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે.. આનો અર્થ એ થાય કે લગભગ 4 ગણા વધુ લોકો ફક્ત 3 વર્ષમાં ઑનલાઇન ખાદ્ય વસ્તુઓ ઑર્ડર કરશે.
જો તમારી કોઈ રેસ્ટોરન્ટના માલિકી છો અથવા તે ચલાવો છો, તો ઑનલાઇન લાભકારક સ્થિતિમાં જોડાઈ જાવાની તક તમારા હાથમાં જ છે.. પરંતુ સાવચેત રહો - કારણ કે જબરદસ્ત વિકાસની તક સાથે, નિયમનકારો પણ ઉલ્લંઘનને પકડી પાડવા માટે વધુ ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યાં છે.
ગયા મહિને જ, એફએસએસએઆઈ એ દસ અગ્રણી ફૂડ ટેક પ્લેટફોર્મ્સને લાઇસન્સ વગરના ખાદ્ય પ્રચાલકોને સૂચિથી હટાવી દેવાનો નિર્દેશિત દીધો છે.
આની પૃષ્ઠભૂમિ ફૂડ લાઇસન્સ - તે શા માટે રજૂ કરવામાં આવ્યું હતું?
એક ખાદ્ય લાઇસન્સ [એફએસએસએઆઈ નોંધણી] એ કોઈપણ કંપની માટે ફરજીયાત છે કે જે ખોરાક અને ખાદ્ય પ્રોડક્ટ્સનો વેપાર કરે છે [પછી ભલે તમે તમારા વ્યવસાયને ઇ-કૉમર્સ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કર્યુ અથવા નહીં].. એફએસએસએઆઈની નોંધણી પ્રક્રિયા શરૂ કરવા પાછળનું કારણ, ભારતમાં ખોરાકની ગુણવત્તા અને ધોરણો પર નિયંત્રણ રાખવું અને ભેળસેળ કરતા અટકાવવાનું હતું.
નોંધણી પ્રક્રિયામાં આગળ વધવા માટે, તમારે અસ્વચ્છ પ્રક્રિયા, સામગ્રીઓનો અયોગ્ય સંગ્રહ, વારે ઘડીએ બદલાતા તાપમાન અને અશુદ્ધ હવાના સંપર્કને દૂર કરવાની જરૂર છે.. સ્વાભાવિક રીતે, કોઈપણ પ્રોડક્ટ અથવા ખોરાકને તેની શેલ્ફ લાઇફ પછી વેચશો તો તમારો વ્યવસાય આપમેળે અયોગ્ય થઈ જશે.
હું એફએસએસએઆઈ લાઇસન્સ માટે કેવી રીતે નોંધણી કરી શકું છું? શું એફએસએસએઆઈ લાઇસન્સના વિવિધ પ્રકારો છે?
સરકારે એફએસએસએઆઈ નોંધણીની પ્રક્રિયા ઑનલાઈન કરી દીધી છે.. એકવાર તમે નોંધણી કરાવી લો, પછી તમને 14 અંકનો નોંધણી નંબર આપવામાં આવશે.. કેસ અને વ્યવસાયના પ્રકારને આધારે, નોંધણીના પ્રકાર અલગ અલગ હશે.
વિવિધ પ્રકારના એફએસએસએઆઈ નોંધણી છે:
1.એફએસએસએઆઈની મૂળભૂત નોંધણી:
ખાદ્ય વ્યવસાયના સંચાલકો કે જેનું વાર્ષિક ટર્નઓવર ₹12 લાખની નીચે છે જેમ કે નાના ખોરાક ઉત્પાદકો અને નાના કદના ઉત્પાદકો, સંગ્રહ એકમો, ટ્રાન્સપોર્ટર્સ, છુટક વિક્રેતાઓ, માર્કેટર્સ, વિતરકો વગેરેને મૂળભૂત નોંધણીનું પ્રમાણ મેળવવું જરૂરી છે.. જયારે તમારો વ્યવસાય વધે પછી તેની મૂળભૂત નોંધણીને એફએસએસએઆઈ રાજ્ય લાઇસન્સમાં અપગ્રેડ કરી શકાય છે.
2.એફએસએસએઆઈ રાજ્ય લાઇસન્સ:
20 કરોડ સુધીની વાર્ષિક ટર્નઓવરવાળા ખાદ્ય વેપારીઓ કે સંચાલકો [નાનાથી મધ્યમ કદના ઉત્પાદકો, મોટી સંગ્રહ એકમો અથવા મધ્યમ/મોટા ટ્રાન્સપોર્ટર્સ, રિટેલર્સ, માર્કેટર્સ અથવા વિતરકો] એ રાજ્ય લાઇસન્સ મેળવવું જોઈએ.
3.એફએસએસએઆઈ કેન્દ્રિય લાઇસન્સ:
20 કરોડથી વધુના ટર્નઓવરવાળા મોટા ખાદ્ય વ્યવસાયોને કેન્દ્રીય લાઇસન્સ મેળવવાની જરૂર છે. ઉપરોક્ત નિયમમાં અપવાદ એ છે કે જ્યારે તમારી પાસે એકથી વધુ સ્થિતિમાં કામગીરી હોય અથવા જ્યારે તમારે ભોજન આયાત અને નિકાસ કરવું પડશે. જો તમારી પાસે એકથી વધુ રાજ્યમાં કામગીરી છે અથવા આયાત/નિકાસ ખોરાક છે, તો તમારે તમારી આવકને ધ્યાનમાં લીધા વિના કેન્દ્રીય લાઇસન્સની જરૂર છે.
જો તમે એફએસએસએઆઈના લાઇસન્સ માટે અરજી નથી કરી તો શું થઈ શકે છે?
આનો તાત્કાલિક પરિણામ એ છે તમે સૂચિબદ્ધ કરેલ કોઈપણ ફૂડ-ટેક પ્લેટફોર્મથી તમારા વ્યવસાયની નોંધણી રદ્દ કરવામાં આવશે.
બીજું, જો તમે કોઈ પણ પ્રકારનો ખાદ્ય બિઝનેસ ધરાવો છો અથવા કોઈ સમયે જવાબદારીના હોદ્દા પર કામ કરો છો, તો તમને 6 મહિના સુધીની કેદ થઈ શકે છે અને ₹5 લાખના દંડના પાત્ર બની શકો છો.. [[ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમની 2006 ની કલમ 31]]. પરિણામોની ગંભીરતાને જોતાં, દરેક ખાદ્ય વ્યવસાયને તાત્કાલિક પોતાને નોંધણી કરાવી લેવાની ભલામણ કરવામાં આવે છે. અને જે ખાદ્યની સપ્લાઈ કરવામાં આવે છે તેના પર, કૃપા કરીને ખાતરી કરો કે તમારો 14 અંકનો નોંધણી નંબર ખાસ કરીને પેકિંગ કરેલી વસ્તુઓ પર ઉલ્લેખિત હોવો જોઈએ.
નોંધણી કરવા માટેના જરૂરી દસ્તાવેજો અને માર્ગદર્શિકાઓ વિશે વધુ સમજ મેળવવા માટે, તમે એક ખાદ્ય લાઇસન્સ માટે અરજી કેમ કરવી તે અંગેની વિસ્તૃત રિપોર્ટ વાંચી શકો છો.
તમારા સફળ અને સુરક્ષિત રેસ્ટોરન્ટ કાર્યો માટે અમારી શુભકામનાઓ !!!