ઉપયોગની શરતો
સામાન્ય લોકોને માહિતી પૂરી પાડવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ ઑનલાઇન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ વેબસાઇટ પર પ્રદર્શિત દસ્તાવેજો અને માહિતી માત્ર સંદર્ભના હેતુઓ માટે છે અને કાનૂની દસ્તાવેજો હોવાનો હેતુ નથી.
ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ (ડીપીઆઈઆઈટી), વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર, અથવા ઇન્વેસ્ટ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ ઑનલાઇન પોર્ટલમાં સમાવિષ્ટ માહિતી, લખાણ, ગ્રાફિક્સ, લિંક્સ અથવા અન્ય વસ્તુઓની ચોકસાઈ અથવા સંપૂર્ણતાની બાંહેધરી આપતા નથી. અપડેટ્સ અને કરેક્શન્સ (સુધારા)ના પરિણામે, વેબ કન્ટેન્ટ નિયમિત પણે પરિવર્તિત થતું રહેશે.
આ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલા દસ્તાવેજો અને માહિતીમાં હાઇપર ટેક્સ્ટ લિંક્સ અથવા માહિતી માટેના પોઇન્ટર્સ સામેલ હોઇ શકે છે તેને બિન સરકારી/ખાનગી સંગઠનો દ્વારા જાળવવામાં આવે છે. ડીપીઆઇઆઇટી માત્ર તમારી માહિતી અને સુવિધા માટે આ લિંક અને પોઇન્ટર પ્રદાન કરી રહી છે. તમે જ્યારે, વેબસાઇટ બહારની લિંક સિલેક્ટ કરો છો, ત્યારે તમે ભારત સરકારની વેબસાઇટ્સ માટેની માર્ગદર્શિકાની બહાર જાવ છો અને તે બહારની વેબસાઇટના માલિક/પ્રાયોજકની ગોપનીયતા અને સુરક્ષા નીતિનો વિષય છે.
આ નિયમો અને શરતોનું અર્થઘટન અને નિયમન ભારતીય કાયદાઓ અનુસાર થશે. આ નિયમો અને શરતોથી કોઇપણ વિવાદ ઉદ્ભવે, તો તે વિશુદ્ધ રીતે ભારતીય અદાલતોના ન્યાયક્ષેત્રનો વિષય રહેશે.