હમણાં ભારતની અર્થવ્યવસ્થાનો સમગ્ર દૃશ્ય અંધકારમય લાગી શકે છે, પરંતુ જે ક્ષેત્રમાં ખુબજ તેજી આવે તેવું લાગે છે, તે છે: ઑનલાઈન રિટેલ.. જેમ વધુમાં વધુ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તેમ આગામી ત્રણ વર્ષમાં ઇ-કોમર્સ કંપનીઓની આવક ત્રણ ગણી વધી શકે છે, જે ₹504 અબજ રૂપિયા ($8.13 અબજ) થઈ શકે છે.. તે ફક્ત ફ્લિપકાર્ટ, એમેઝોન અથવા જેબોંગ જ નથી, ઇ-કોમર્સના મૂળિયા રિટેલ સેક્ટરના વિવિધ ક્ષેત્રો સુધી વિસ્તૃત થયા છે, અને હવે ભારતમાં આવી ત્રણસોથી વધુ વેબસાઇટ્સ છે.. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વેબસાઇટ્સ શરૂ કરવામાં આવી છે, જે ભારતમાં પુસ્તકો અને ઉપકરણોથી લઈને, શિશુ સંભાળના પ્રોડક્ટ્સ અને ફ્લાઇટની ટિકિટો સુધી બધુ વેચે છે. ગયા વર્ષ સુધીમાં, ઑનલાઇન રિટેલ સાઇટ્સએ એક ભારે મોટી આવક એટલે કુલ ₹138 અબજ મેળવ્યા છે. સૌથી આગળ સોશિયલ મીડિયાની સાથે, ઇ-કોમર્સને માર્કેટિંગ અને વેચાણમાં મોટા પાયે ક્રાંતિ લાવવામાં ટેકો મળ્યો છે.

ઇ-કોમર્સનું સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે તેમાં વેચાણ અને માર્કેટિંગના પ્રયત્નોને તરત જ અસર કરવાની ક્ષમતા છે. ઑનલાઇન જઈને, અચાનક પાડોશી બેકરી અથવા ઘર-આધારિત સલાહ સેવા સંભવિત ગ્રાહકોના રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય આધાર સુધી તેની પહોંચને વિસ્તૃત કરે છે. વેબ-આધારિત વેચાણ માટે કોઈ આંતરરાષ્ટ્રીય સીમાઓ નથી.

 

ઇ-કોમર્સના યુગમાં, કોઈ વ્યવસાય માટે ઑનલાઇન વેચાણ ન કરવું તે લગભગ ગુનાહ કરવા જેવું જ છે. જો ઑનલાઈન સ્ટોરની તુલના એક સ્વતંત્ર રિટેલ સ્ટોર સાથે કરી શકાય, તો બજાર સ્થળ એક કલ્પિત મોલ જેવું છે.. બજાર સ્થળ તેના વિક્રેતાઓને તેમના પ્રોડક્ટ્સ ઑનલાઈન વેચવા માટે એક સ્થાપિત મંચ આપે છે, પણ પોતાના એક સ્વતંત્ર ઑનલાઈન સ્ટોર દ્વારા વેચાણમાં મેળવેલ નફાની તુલનામાં તેનું લાભ માર્જિન ઓછું હોય છે.

તેમ છતાં કોઈપણ વ્યવસાયિક પગલું ભરતા અથવા વિસ્તરણ સાથે, જો ઉદ્યોગસાહસિક ઑનલાઇન હાજરી વિશે વિચારે તો તેને મૂંઝવી દે તેવા પ્રશ્નોની એક સૂચિ ઉભી થઈ શકે છે.

  • ખરેખર, તે હકીકત બને તેના માટે શું કરવું જોઈએ?
  • ઑનલાઇન હાજરી કોઈ વ્યવસાયના બજારને કેવી રીતે બદલી નાખે છે?
  • હરીફો શું કરી રહ્યા છે?
  • લોકો કેવી રીતે ખરીદી કરશે?
  • કઈ પ્રકારની સુરક્ષાની જરૂર છે?
  • ગ્રાહકો ઑનલાઇન કેવી રીતે ચુકવણી કરશે?

 

તેથી, આજના ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે આ મોટો છે: તમારી પાસે કોઈ વિચાર છે?

આગળ વધો અને એક વેબસાઇટ બનાવો!

કોઈ વ્યૂહરચનાની રૂપરેખા બનાવ્યા પછી અને તેમના વ્યવસાય અને ટેકનોલોજીની જરૂરિયાતોને સમજ્યા પછી, કંપનીએ તેના લક્ષિત ગ્રાહકોને 24X7 સેવા પ્રદાન કરવી જોઈએ કેમકે ઇ-કોમર્સ કંપનીના દરવાજા ક્યારેય બંધ થતા નથી.. સક્રિય વ્યવસાયમાં જતા પહેલા તેના આર્થિક જોખમો અને કાનૂની નિયમો અંગે પણ ધ્યાન દેવું પડશે.. સૌથી મહત્વપૂર્ણ એ છે કે તમારા યુએસપીને સર્જનાત્મક રીતે બજારમાં ઉતારો.

એક ઑનલાઈન સ્ટોર શરૂ કરવો એ એક મુશ્કેલ પડકાર જેવું લાગી શકે છે, પરંતુ વાસ્તવિકતામાં તે ક્યારેય પણ સરળ ન હતું.. જ્યારે તેની કડવી વાસ્તવિકતા પર વાત આવે છે, ત્યારે ઘણા બધા ઇ-સ્ટાર્ટઅપ્સ ટકી શકતા અથવા સફળ થતા નથી.. આજે, વ્યવસાયને ઑનલાઈન લઇ જવાની ઘણી પ્રક્રિયાઓ પ્રમાણિત અને સ્વચાલિત પણ થઈ ગઈ છે.. વ્યવસાય માલિકો તેમના વ્યવસાયના જીવનમાં સંપૂર્ણપણે નવો અર્થ શોધે છે જ્યારે - ઑનલાઇન સ્ટોર બનાવવાની પ્રક્રિયા દ્વારા-તેઓ સમજે છે કે તેઓએ પોતાના નવા શોધાયેલા બજારોને શ્રેષ્ઠ બનાવ્યા છે અને ઇન્ટરનેટ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. ઉદ્યોગસાહસિકોને ક્યારેય ઘણી બધી ઉત્પાદનો અને સેવાઓ માટે વૈશ્વિક બજાર સુધી પહોંચવાની આવી સ્પષ્ટ, સરળ અને પ્રમાણમાં સસ્તી તક મળી નહોતી. આ અદભુત છે કે કેમ એક વ્યવસાયના ગ્રાહકો પોતાની આંગળીના ટેરવાનો ઉપયોગ કરે અને તેનો વેપાર સમૃદ્ધ થતો જાય છે

ટોચના બ્લૉગ