ભારતમાં વ્યવસાય કરવો

1 ભારતમાં બિઝનેસ શરૂ કરવો

વ્યવસાયિક ઉદ્યોગ નફો મેળવવા અને નાણા કમાવવાના ઉદ્દેશ્યથી ઉત્પાદન અને/અથવા વસ્તુઓ અને સેવાઓના વિતરણ સાથે જોડાયેલી એક આર્થિક સંસ્થા હોય છે. તેમાં ઘણી ગતિવિધિઓ સામેલ હોય છે, જેમને મુખ્યત્વે 2 શ્રેણીમાં વહેંચવામાં આવી શકે છેઃ –ઉદ્યોગ અને વેપાર. ઉદ્યોગસાહસિકનું લક્ષ્ય હોય છે કે તે એક વેપાર શરું કરે અને તેને વધારીને એક સફળ ઉદ્યોગ સ્થાપિત કરે.

 

ઉદ્યોગ નિયામકો વિવિધ રાજ્યોમાં નોડલ એજન્સીઓ છે જે સંબંધિત રાજ્યોમાં ઔદ્યોગિક એકમ શરૂ કરવામાં નવા ઉદ્યોગસાહસિકોને સહાય અને માર્ગદર્શન આપે છે. તેઓ ઉદ્યોગના ઇનપુટ્સ માટે ઉદ્યોગ અને અન્ય એજન્સીઓ વચ્ચે એક ઇન્ટરફેસ પ્રદાન કરે છે અને ઉદ્યોગસાહસિકને એક જ સ્થળે વિવિધ વિભાગોમાંથી વિવિધ ઔદ્યોગિક મંજૂરીઓ અને ક્લિયરન્સ મેળવવામાં સક્ષમ બનાવે છે.

2 વેપારને ફાઇનાન્સ

વેપાર ફાઇનાન્સનો અર્થ એક ઉદ્યોગસાહસિકને પોતાના વેપાર સંગઠનને લગતી વિભિન્ન ગતિવિધિઓ સંચાલિત કરવા માટે જરૂરી ભંડોણ અને નાણાંકીય સમર્થન સાથે છે. વેપારના જીવન કાળના પ્રત્યેક તબક્કે તેની જરૂર હોય છે.અને nbsp;અલબત ઉદ્યોગને જરૂરી રકમ, વેપારની પ્રકૃતિ અને તેના કદ પર આધાર રાખે છે, પરંતુ તેનો સમયસર અને પુરતો સપ્લાય કોઇપણ પ્રકારના ઔદ્યોગિક માળખા માટે આવશ્યક છે (ચાહે તે સ્મોલ (નાનો) મીડિયમ (મધ્યમ) કે લાર્જ (મોટો) કેમ ના હોય)ભારતમાં ફાઇનાન્સ સિસ્ટમને નાણા બજાર અને કેપિટલ માર્કેટ એમ બે શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે. નાણાં બજારના કામકાજના નિયમન માટે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સર્વોચ્ચ સત્તાધિશ છે, જ્યારે સિક્યુરિટીસ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) કેપિટલ માર્કેટના કામકાજ પર નજર રાખે છે.

તેવી કેટલીક પ્રમુખ સંસ્થાઓ જુઓ જ્યાંથી, ઉદ્યોગસાહસિક પોતાના વ્યવસાય માટે નાણાંકીય ભંડોળ પ્રાપ્ત કરી શકે છે: -

એ) વેન્ચર કેપિટલ: સાહસ મૂડી તે નાના અને મધ્યમ કદની કંપનીઓ માટે નાણાંનો એક મહત્વપૂર્ણ સ્રોત છે સાહસ મૂડીવાદીઓ વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકોનો સમાવેશ કરે છે. તેઓ પ્રોજેક્ટ્સની ચકાસણી કર્યા પછી આ કંપનીઓને ભંડોળ (વેન્ચર કેપિટલ ફંડ તરીકે ઓળખાય છે) પ્રદાન કરે છે.

બી) બેંકો: બેંક એક એવી સંસ્થા છે જે જાહેર જનતા પાસેથી પૈસાની થાપણોને સ્વીકારે છે, જે માંગ પર પરત ચુકવવાપાત્ર છે અને ચેક દ્વારા ઉપાડી શકાય છે. આવી ડિપોઝિટનો ઉપયોગ અન્યોને ધિરાણ આપવા માટે કરવામાં આવે છે અને તેના પોતાના કોઈપણ પ્રકારના બિઝનેસને ધિરાણ આપવા માટે નહીં. ધિરાણ શબ્દમાં કર્જદારોને પ્રત્યક્ષ ધિરાણ અને ઓપન માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ દ્વારા પરોક્ષ ધિરાણ બંનેનો સમાવેશ થાય છે. 

સી) સરકારી યોજનાઓ: એક ઉદ્યોગસાહસિકને ફક્ત તેમના વ્યવસાયની સ્થાપના માટે જ નહીં, પરંતુ સફળ કામગીરી તેમજ ઔદ્યોગિક એકમના નિયમિત અપગ્રેડેશન/આધુનિકીકરણ માટે ભંડોળના સતત પ્રવાહની જરૂર પડે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, સરકાર (કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે) બેંકો અને નાણાંકીય સંસ્થાઓની સ્થાપના, વિવિધ નીતિઓ અને યોજનાઓ બનાવવા વગેરે જેવા કેટલાક પગલાં હાથ ધરી રહી છે. આવા તમામ પગલાં ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોના પ્રોત્સાહન અને વિકાસ તરફ કેન્દ્રિત છે

ડી) નૉન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ: નૉન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) ભારતીય નાણાંકીય સિસ્ટમના મહત્વપૂર્ણ સેગમેન્ટ તરીકે ઝડપી ઉભરી રહી છે. તે સંસ્થાઓનો એક વિવિધ સમૂહ છે (વ્યવસાયિક અને સહકારી બેંકો સિવાય) જે ડિપોઝિટ સ્વીકારવી, લોન અને ઍડવાન્સ બનાવવી, લીઝ, ભાડાની ખરીદી વગેરે જેવી વિવિધ રીતે નાણાંકીય મધ્યસ્થીની કામગીરી કરે છે. તેઓ જાહેરમાંથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભંડોળ ઊભું કરે છે અને તેમને અંતિમ ખર્ચદારોને ધિરાણ આપે છે. 

ઇ) નાણાંકીય સંસ્થાઓ: અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોને પૂરતા ધિરાણ પૂરું પાડવા માટે ભારત સરકારે દેશમાં નાણાંકીય સંસ્થાઓનું સુવિકસિત માળખું વિકસિત કર્યું છે. આ નાણાંકીય સંસ્થાઓને તેમની કામગીરીના ભૌગોલિક કવરેજના આધારે વ્યાપકપણે સંપૂર્ણ ભારતીય સંસ્થાઓ અને રાજ્ય સ્તરની સંસ્થાઓમાં વર્ગીકૃત કરી શકાય છે. રાષ્ટ્રીય સ્તરે, તેઓ યોગ્ય વ્યાજ દરે લાંબા અને મધ્યમ ગાળાની લોન પ્રદાન કરે છે. 

3 વેપાર માટે કાનૂની વ્યવસ્થાઓ

દેશમાં, કાનૂની પાસાઓ એક સફળ વેપાર વાતાવરણનો એક અભિન્ન ભાગ છે. તે, દેશમાં સરકારી નીતિગત માળખુ અને માનસિકતા દર્શાવે છે. ભારતમાં, સૌથી મહત્વનો કાયદો, જે કંપનીઓને લગતા તમામ પાસાઓનું નિયમન કરે છે, તે છે કંપનીસ એક્ટ, 1956. તેમાં કંપનીની રચના, ડાઇરેક્ટર્સ અને મેનેજર્સની સત્તાઓ અને જવાબદારીઓ, મૂડીનું સર્જન, કંપની બેઠકો યોજવી, કંપનીના ખાતાઓની જાળવણી અને તેમનું ઑડિટ, કંપનીની બાબતોનું નિરિક્ષણ અને તપાસ કરવાની સત્તા, કંપનીની પુર્નરચના અને કંપનીને સમેટવા જેવી બાબતોને લગતી જોગવાઇઓ સામેલ છે.

ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, 1872 એક અન્ય કાયદો છે, જે કોઇ કંપનીની તમામ લેવડ-દેવડને નિયંત્રીત કરે છે. તે કરારની રચના અને અમલીકરણ સાથે સંબંધિત સામાન્ય સિદ્ધાંતોનો, કરાર અને પ્રસ્તાવની જોગવાઇઓને નિયંત્રીત કરનારા નિયમોનો, નુકશાનીની ભરપાઇ અને ગેરેન્ટી, જામીન, પ્રતિજ્ઞા અને એજન્સી સહિત કરારોના વિભિન્ન પ્રકારોનો ઉલ્લેખ કરે છે. તેમાં કરારના ભંગ સંબંધિત જોગવાઇ પણ સામેલ છે.

અન્ય પ્રમુખ કાયદાઓ છેઃ – ઉદ્યોગ (વિકાસ અને નિયમન) કાયદો, 1951, ટ્રેડ યૂનિયન એક્ટ, કોમ્પિટિશન એક્ટ, 2002, આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ, 1996, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999 અને લેબર વેલ્ફેર એન્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સાથે સંબંધિત કાયદાઓ.

4 ભારતમાં બિઝનેસ સંબંધિત ટેક્સ પ્રણાલી


ભારતમાં કરનું સુવિકસિત માળખું છે. ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ સરકારનાં ત્રણ સ્તરોમાં કરો અને ફરજો વસૂલવાની શક્તિ વહેંચવામાં આવે છે.. કેન્દ્ર સરકારને વસૂલવામાં આવેલા મુખ્ય કરો/ફરજો લાદવાનો અધિકાર છે: -

આવકવેરો (કૃષી આવક પરના ટેક્સ સિવાય, જે રાજ્ય સરકાર લે છે)

બી) કસ્ટમ્સ ડ્યુટી, સેન્ટ્રલ એક્સાઇઝ અને સેલ્સ ટેક્સ અને

સી) સર્વિસ ટેક્સ (સેવા કર)

રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતા મુખ્ય ટેક્સ/ફી છે: -

એ) સેલ્સ ટેક્સ (વેચાણ વેરો - માલ સામાનના આંતરરાજ્ય વેચાણ પરનો ટેક્સ

બી) સ્ટેમ્પ ડ્યુટી ) સંપત્તિની માલિકી ટ્રાન્સફર કરવા પર લાગતી ડ્યૂટી)

સી) સ્ટેટ એક્સાઇઝ (આલ્કોહોલ ઉત્પાદન કે નિર્માણ પર ડ્યૂટી)

ડી) જમીન મહેસૂલ (લેન્ડ રેવેન્યૂ) - (ખેતી અને બિન ખેતી હેતુ માટે ઉપયોગમાં લેવાતી જમીન પર વસૂલવામાં આવે છે

ઇ) મનોરંજન કર અને વ્યવસાય અને કોલિંગ પર ટેક્સ.

 

સ્થાનીક એકમો ફી વસૂલી શકે છે: -

એ) મિલકત વેરો (ઇમારતો વગેરે પર.)

બી) ઓક્ટ્રોય (સ્થાનિક એકમોના વિસ્તારમાં ઉપયોગ/વપરાશ માટે આવતા સામાનના પ્રવેશ પર ટેક્સ,

સી) બજાર પર ટેક્સ અને

ડી) પાણી,વીજળી અને ગટર વ્યવસ્થા વગેરે જેવી સુવિધાઓ પર લાગતો કર/ઉપયોગ ફી.

 

વધારે માહિતી માટે તમે મુલાકાત કરી શકો છો: -

a) વ્યક્તિગત કરવેરા - લિંક

b) ભાગીદારીનો કરવેરા - લિંક

c) કોર્પોરેટ્સ પર કરવેરા - લિંક

ડી) અન્ય વેપારી સ્વરૂપો પર ટેક્સ - લિંક

e) સેવા કર - લિંક

f) ટીડીએસ, ટીસીએસ, ટીએએન - લિંક