સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ
ઉદ્યોગસાહસિક, ઘણા તબક્કામાંથી પસાર થઇને તેમના સ્ટાર્ટઅપ, અને વિભિન્ન પ્રકારની સહાયતા, નાણાંકીય મદદ, રિસર્ચ અને જ્ઞાન કેન્દ્ર (ભૌતિક અને/અથવા આભાસી) મળીને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવે છે.
સ્ટાર્ટઅપ:
|
સ્ટાર્ટઅપ: સ્ટાર્ટઅપ એ નવુ ઉદ્યોગસાહસિક સાહસ અથવા કંપની હોય છે, જેનો આશય નવતર પ્રોડ્કટ, પ્રક્રિયા કે સેવાનો વિકાસ કરીને કે તે ઓફર કરીને બજારની જરૂરિયાતો પુરી કરવાનો હોય છે. |
સહાયક સંસ્થાઓ:
|
ઇન્ક્યુબેટર: ઇન્ક્યુબેટર એક ટેકનોલોજી/મેનેજમેન્ટ સ્કૂલમાં એક સંસ્થા છે અથવા એક સ્વતંત્ર સેટઅપ છે જે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને તેમના વ્યવસાયને શરૂ કરવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે, જેમ કે કાર્યસ્થળ, વ્યવસ્થાપન તાલીમ, કેપ્ટિવ મેન્ટર પૂલ, ટેકનોલોજીકલ સેવાઓની ઍક્સેસ વગેરે. |
|
ઍક્સિલરેટર: ઍક્સિલરેટર એક સંસ્થા છે, કાં તો એક સ્વતંત્ર સંસ્થા અથવા કોર્પોરેટ પ્રોગ્રામ છે જે પ્રારંભિક તબક્કાની કંપનીઓને તીવ્ર ઇમર્સિવ શિક્ષણ, મેન્ટરશિપ અને ફાઇનાન્સિંગ દ્વારા સમર્થન આપે છે. સ્ટાર્ટઅપ્સ નિશ્ચિત સમયગાળા અને સ્થાપિત, મજબૂત કંપનીઓ માટે ઍક્સિલરેટર દાખલ કરે છે જે સ્કેલ માટે તૈયાર છે. તેનો ઉદ્દેશ ટૂંકા સમયમાં પોર્ટફોલિયો બેચ સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિને ઍક્સિલરેટ કરવાનો છે. |
મેન્ટર: મેન્ટર્સ -માર્ગદર્શક, (સમાન ઉદ્યોગની અનુભવી વ્યક્તિ હોવી જોઇએ) ઓછો અનુભવ ધરાવતા સ્ટાર્ટઅપ્સને શ્રેષ્ટ રીતે. મેનેજમેન્ટ રીત અને ઉદ્યોગ સાથેના જોડાણ વગેરે બાબતે માર્ગદર્શન પુરુ પાડે છે. |
નાણાંકીય સહાયતા પ્રદાન કરનારા સંગઠનો:
|
એન્જલ ઇન્વેસ્ટર્સ: આ પ્રારંભિક તબક્કાના રોકાણકારો નાની રકમ લગાવે છે કારણ કે તેઓનું માનવું હોય છે કે જોખમ ખુબજ ઊંચુ છે. તેઓ સામાન્ય રીતે ખુબજ સમૃદ્ધ અથવા ઊંચી સંપતી ધરાવતી વ્યક્તિ હોય છે. |
|
વેન્ચર કેપીટાલીસ્ટ / પ્રાઇવેટ ઇકવીટી: આવી કંપનીઓ સામાન્ય રીતે વિકાસ અન કંપનીના જીવનકાળના અંતિમ તબક્કામાં રોકાણ કરતી હોય છે. તેઓ ફર્મ્સ/વ્યવસાયિક રોકાણકારો હોવાને કારણે તેઓ સાથે જ કાનૂની, એકાઉન્ટિગ અને નેટવર્કિંગ સપોર્ટ પણ પુરો પાડે છે. |
જ્ઞાન:
|
સંસાધનો અને ટૂલ: સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ જેવી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સને વ્યવસાયિક શબ્દાવલી સાથે પોતાને પરિચિત કરવામાં, ઉદ્યોગની જાણકારી મેળવવામાં, વ્યવસાય યોજનાઓ વિકસાવવા અને રોકાણકારો માટે પિચ કરવામાં મદદ કરે છે, તેમના કાનૂની અને નાણાંકીય જ્ઞાનને મજબૂત બનાવવામાં મદદ કરે છે. |