‘‘ભંડોળ’ એ વ્યવસાય શરૂ કરવા અને ચલાવવા માટે જરૂરી પૈસાનો સંદર્ભ આપે છે. તે ઉત્પાદન વિકાસ, ઉત્પાદન, વિસ્તરણ, વેચાણ અને માર્કેટિંગ, ઑફિસની જગ્યા અને ઇન્વેન્ટરી માટેની કંપનીમાં નાણાકીય રોકાણ છે.

ઘણા સ્ટાર્ટઅપ્સ તૃતીય પક્ષ પાસેથી ભંડોળ ભેગું ન કરવાનું પસંદ કરે છે અને ફક્ત તેમના સંસ્થાપકો દ્વારા જ ભંડોળ પૂરું પાડવામાં આવે છે (દેવું અને ઇક્વિટી મંદી રોકવા માટે). જોકે, મોટાભાગના સ્ટાર્ટઅપ્સ ભંડોળ ઉભું કરે છે, ખાસ કરીને જ્યારે તેઓ વિકાસ પામે છે અને તેમની કામગીરીનું ધોરણ વધારે છે. જો તમે ઉદ્યોગસાહસિક હોય અને ભંડોળની આવશ્યકતા, ભંડોળના ઉપલબ્ધ પ્રકારો અને ભંડોળ કેવી રીતે ઉભું કરવું એ સમજવા માંગતા હોય તો પછી આ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો જાણવા માટે આગળ વાંચો.