ફ્રેશવર્ક્સ તમામ કદની સંસ્થાઓને એસએએએસ ગ્રાહક પ્રવૃત્તતા ઉકેલો પ્રદાન કરે છે, જે સહાય, વેચાણ અને માર્કેટિંગ વ્યાવસાયિકો માટે બહેતર સેવા હેતુ ગ્રાહકો સાથે પ્રભાવી રીતે સંવાદ કરવાનું અને ગ્રાહકના પ્રશ્નોના નિરાકરણ માટે ટીમના સભ્યો સાથે સહયોગ કરવાનું સરળ બનાવે છે. કંપનીના ઉત્પાદનોમાં ફ્રેશડેસ્ક, ફ્રેશસર્વિસ, ફ્રેશસેલ્સ, ફ્રેશકૉલર, ફ્રેશટીમ, ફ્રેશચૅટ, ફ્રેશમાર્કેટર અને ફ્રેશરિલીઝનો સમાવેશ થાય છે. ઑક્ટોબર 2010 માં સ્થાપિત, ફ્રેશવર્ક્સ આઇએનસી, એક્સેલ, ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, કેપિટલજી અને સિક્વોઇયા કેપિટલ ઇન્ડિયા દ્વારા સમર્થિત છે.