કોપિરાઇટ નીતિ
સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ વેબ પોર્ટલ પર રહેલ મટિરિયલને અમને મેલ મોકલીને અમારી યોગ્ય રીતે મંજૂરી લઇને તમે વિનામુલ્યે રિપ્રોડ્યુસ કરી શકો છો. જોકે, મટિરિયલ સચોટ રીતે રિપ્રોડ્યુસ કરવાનું રહેશે અને તેનો અપમાનજનક રીતે અથવા ગેરમાર્ગે દોરતા સંદર્ભમાં ઉપયોગ નહીં કરી શકાય. જે કોઇપણ વિષયવસ્તુ પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે અથવા અન્યોને ઇશ્યૂ કરાય છે, તેનો સ્ત્રોત સ્વીકૃત અને માન્ય હોવો જ જોઇએ. જોકે, આ મટિરિયલને રિપ્રોડ્યુસ કરવાની બાબત, તેવી સામગ્રી સુધી ના હોવી જોઇએ, જેની ઓળખ કોપીરાઇટ તરીકે થઇ હોય અથવા થર્ડ પાર્ટીની હોય. આવા વિષયવસ્તુના રિપ્રોડક્શન માટેની સત્તા સંબંધિત વિભાગ/કોપીરાઇટ ધારક પાસેથી મેળવવાની રહેશે.
હાઇપરલિંકીંગ નીતિ
બહારની વેબસાઈટ / પોર્ટલ પર જવા માટેની લિંક્સ
પોર્ટલમાં ઘણા સ્થળોએ, તમને અન્ય વેબસાઇટ્સ/પોર્ટલ્સની લિંક જોવા મળશે. આ લિંક્સ તમારી અનુકૂળતા માટે અપાઇ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા લિંક્ડ વેબસાઇટ્સના વિષયવસ્તુ અને વિશ્વસનિયતા માટે જવાબદાર નથી અને તેમાં વ્યક્ત કરેલા મત કે અભિપ્રાયોને તે મંજૂરી કે સમર્થન આપતી હોય, તે જરૂરી નથી. આ પોર્ટ્લ પર માત્ર લિંક હાજરી અથવા તેના લિસ્ટિંગને કોઇપણ પ્રકારના સમર્થન તરીકે ના માનવું જોઇએ. અમે આ વાતની ગેરેન્ટી નથી આપતા કે આ લિંક્સ હંમેશા કામ કરશે અને લિંક્ડ પેજની ઉપલબ્ધતા પર અમારૂ કોઇ નિયંત્રણ નથી.
અન્ય વેબસાઈટ પરથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા વેબસાઈટ પર જવા માટેની લિંક્સ
તમે આ સાઇટ પર રહેલી માહિતી સાથે તમે સીધા જ લિંક કરો તેની સામે અમને કોઇ વાંધો નથી અને તેના માટે કોઇ પૂર્વ મંજૂરીની જરૂર નથી. સાથે જ અમે તમને આ પોર્ટલ પર પૂરી પડાયેલી કોઇપણ લિંક્સ વિશે અમને માહિતી આપવા માટે પણ કહીએ છીએ, જેથી તેમાં કોઇપણ પ્રકારના અપડેટ કે ફેરફારની તમને માહિતી આપી શકાય. એટલું જ નહીં, અમે તમારી સાઇટની ફ્રેમ્સમાં અમારા પેજને લોડ કરવાની મંજૂરી નથી આપતા. આ સાઇટ પરના પેજ યૂઝરની નવી બ્રાઉઝર વિન્ડોમાં જ લોડ થવા જોઇએ.
ગોપનીયતા નીતિ
સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ પોર્ટલ તમારી પાસેથી આપોઆપ ચોક્કસ અંગત માહિતી (જેમ કે નામ, ફોન નંબર અથવા ઇમેલ એડ્રેસ)નથી લેતી જે અમને તમને વ્યક્તિગત રીતે ઓળખવામાં મદદ કરી શકે.
જો સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ પોર્ટલ તમને તમારી અંગત માહિતી પૂરી પાડવા માટે વિનંતી કરે, તો તમને તે ચોક્કસ હેતુની માહિતી આપવામાં આવશે, જેના માટે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તમારી અંગત માહિતીની સુરક્ષા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા પગલા ભરવામાં આવશે.
અમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ પોર્ટલ પર સ્વૈચ્છિક રીતે અપાયેલી વ્યક્તિની અંગત ઓળખ થઇ શકે તેવી અંગત માહિતી કોઇપણ થર્ડ પાર્ટી (જાહેર/ખાનગી) ને નથી વેચતા કે તેમને ઉપલબ્ધ નથી કરાવતા. આ વેબસાઇટ પર પૂરી પાડવામાં આવેલી કોઇપણ માહિતી નુકશાન, દુરઉપયોગ, બિનઅધિકૃત પહોંચ અથવા ખુલાસો, ફેરફાર અથવા નાશ થવા સામે સંરક્ષિત છે.
અમે યૂઝરને લગતી કેટલીક ચોક્કસ માહિતીઓ જેવી કે ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસ, ડોમેઈન નામ, બ્રાઉઝરનો પ્રકાર, ઓપરેટિંગ સિસ્ટમ, વિઝિટની તારીખ અને સમય અને વિઝિટ કરાયેલા પેજ, વગેરેને એકત્ર કરીએ છીએ. અમે આ એડ્રેસને અમારી સાઇટ્સની મુલાકાત લેનારા લોકોની ઓળખ સાથે લિંક કરવાના પ્રયાસ ત્યાં સુધી નથી કરતા જ્યાં, સુધી આ સાઇટને નુકશાન પહોંચાડવાના પ્રયાસ સામે ના આવ્યા હોય.